
Ahmedabad News: ચૂંટણી પંચ દ્વારા વિસાદર અને કડી વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આગમી 19 જૂનના રોજ આ બન્ને બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેના પગલે કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા વિસાવદર બેઠક અને કડી વિધાનસભા બેઠક માટે ચાર-ચાર પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે.
વિસાવદર બેઠક માટે પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પુજા વંશ, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, વશરામ સાગઠીયા અને કડી બેઠક માટે લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય અને દંડક કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈને જવાબદારી સોંપવામાં આવેલ છે..
ઉપરોક્ત પ્રભારીઓ અગાઉ પણ વિધાનસભા વિસ્તારમાં સંગઠન સાથે સંપર્કમાં હતા. આગામી બે દિવસોમાં પ્રભારીઓ પેટા ચૂંટણી વિધાનસભા વિસ્તારમાં પ્રવાસ કરીને સેન્સ લેશે, તેમની સાથે ગુજરાતના પ્રભારી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને સૌ મોવડી મંડળ ચર્ચા વિચારણા કરીને મજબૂત લોક સંપર્ક ધરાવતા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે.
ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોય, મોંઘવારી અને બેરોજગારી ચરમસીમા પર હોય ત્યારે ઉપરોક્ત પ્રશ્નોને ઉજાગર કરીને કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણી લડશે અને અમે જીતવાના છીએ અને જીતવા માટે જ લડવાના છીએ. આ તબક્કે જનતાને પણ વિનંતી કરીએ છીએ કે તમારા પ્રશ્નોને વાચા આપવા માટે અમને ખાસ આશીર્વાદ આપે.
Source link